<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ભાજપા આગેવાનોને આગામી સંગઠનની સુચારુ અને સુનિયોજિત વ્યવસ્થા અંતર્ગત તથા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન સંદર્ભે માર્ગદર્શિત કરાયા

ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ

ગાંધીનગર :ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે જિલ્લા તથા મહાનગરના પ્રભારીઓ સાથે તથા મોરચાના પ્રમુખઓ- મહામંત્રીઓ તથા પ્રભારીઓ સાથે તબક્કાવાર રીતે સંગઠનાત્મક બેઠકો યોજાઇ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.
 ઉપરોક્ત બેઠકોમાં ભાજપા આગેવાનોને આગામી સંગઠનની સુચારુ અને સુનિયોજિત વ્યવસ્થા અંતર્ગત તથા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં જનતાના આશીર્વાદથી ચૂંટાયેલી સરકારના વડા તરીકે નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવા પર ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓકટોબર દરમિયાન ભાજપા દ્વારા યોજાનાર ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત વિવિધ મુદ્દે પણ ભાજપા આગેવાનોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં

(6:46 PM IST)