<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારીના કાર્યક્રમ સંદર્ભે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી

જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો સાથે કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિસ્તૃત ચર્ચા કરી

ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 8 સપ્ટેમ્બરના નવસારી ખાતેના કાર્યક્રમ સંદર્ભે સ્થાનિક આગેવાનો તથા કાર્યકરો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ બેઠક યોજી હતી 

 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતે આયોજિત કાર્યક્રમ સંદર્ભે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્માએ નવસારી જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો સાથે કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રભારી શંકરભાઈ આમલિયાર, સાંસદ ધવલભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

(5:15 PM IST)