તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- પેટાચૂંટણીને લઈને ભાજપે વિવિધ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા : જુઓ સંપૂર્ણ યાદી
ઓખા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ઉમેદવારો જાહેર:દેવભૂમિ દ્વારકાની ભાડથર જિલ્લા પંચાયત બેઠક પર માલતીબેન કડોરિયા અને થોરીયાળી તાલુકા પંચાયત બેઠક પર મહેશ પીપળીયાને ટિકિટ : છોટાઉદેપુર, બાયડ અને ખેરાલુમાં પણ પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર થયા

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપે હવે વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ઓખા નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 11 ઓક્ટોબર 2026 ના રોજ યોજાવાની છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપે 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારોની જાહેરાત સાથે હવે ઓખા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધુ તેજ બની છે. ઓખા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપે અગાઉ ચૂંટણી પ્રભારી, સંયોજક અને સહસંયોજકની પણ નિમણૂક કરી છે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાડથર જિલ્લા પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપે માલતીબેન કડોરિયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર હવે ભાજપના ઉમેદવાર તરીકે માલતીબેન કડોરિયા ચૂંટણી મેદાનમાં રહેશે. જિલ્લામાં જિલ્લા પંચાયત સાથે અન્ય સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
પડઘરી થોરીયાળી તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપે મહેશ પીપળીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાની પેટાચૂંટણી માટે પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે. આ ઉપરાંત બાયડ નગરપાલિકાની પેટાચૂંટણી અને ખેરાલુ નગરપાલિકાની પેટાચૂંટણી માટે પણ ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમમાં આ ત્રણેય નગરપાલિકાની પેટાચૂંટણીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓની ચૂંટણીને લઈને ભાજપ તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. અગાઉ પણ ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોની યાદીઓ જાહેર કરી.



(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
