તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
નાંદોદ તાલુકાના હેલંબી બાયપાસ રોડને તાત્કાલિક ચાલુ કરવા બીજેપી, નાંદોદ તાલુકા પ્રમુખ જતીનભાઈ પટેલે કરી રજૂઆત
સમય અને અંતરમાં બચત થશે તથા મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહારનો ભાર પણ ઘટશે

(ભરત શાહ દ્વારા : નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં વાઘેથા-સિસોદરા રોડ પર નાગવા બ્રિજ જોડે આવેલ હેલંબી બાયપાસ રોડનું કામ પૂર્ણ હોવા છતાં માર્ગનો યોગ્ય રીતે ઉપયોગ શરૂ ન થતાં સ્થાનિક ગ્રામજનો તથા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.હેલંબી બાયપાસ માર્ગ ચાલુ થવાથી નાંદોદ તાલુકાના ઘણા ગામોના ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકોને અવરજવરમાં સરળતા મળશે, સમય અને અંતરમાં બચત થશે તથા મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહારનો ભાર પણ ઘટશે.હાલમાં સ્થાનિક લોકોની અવરજવર તથા જાહેર હિતને ધ્યાનમાં લેતા આ માર્ગને વહેલી તકે વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવો અત્યંત જરૂરી છે. આથી, હેલંબી બાયપાસ રોડનું સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ કરાવી, જરૂરી બાકી કામગીરી પૂર્ણ કરી માર્ગને તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવે તેવી બીજેપી, નાંદોદ તાલુકા પ્રમુખ જતીનભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગ, નર્મદા ને લેખિત રજૂઆત કરી છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
