હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીનો પંચમહાલ જિલ્લાનો પ્રવાસ સંપન્ન : પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી
ગોધરા ખાતે સંગઠનાત્મક બેઠકો યોજાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સેવા અને જનસંપર્કના કાર્યક્રમો યોજવા માર્ગદર્શન આપ્યું

ગોધરા: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો પંચમહાલ જિલ્લાનો પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. પ્રવાસ દરમિયાન તેમણે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચીને મહાકાળી માતાજીના મંદિરે દર્શન-પૂજન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમણે માતાજી સમક્ષ સમગ્ર ગુજરાત તથા દેશના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી જળવાઈ રહે તેમજ સૌના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
દર્શન પૂજન બાદ પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ અને રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને જનસેવા કેન્દ્રિત બનાવવા અંગેના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકને સંબોધતા શ્રી તરુણ ચુઘે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર તથા તેમના જન્મદિન નિમિત્તે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી જન-જન સુધી પહોંચવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની યાત્રા પ્રેરણારૂપ છે.
તેમણે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ યોજાનારા સેવા અને જનસંપર્કના કાર્યક્રમોનું આયોજનબદ્ધ અમલીકરણ કરવા, મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ સંગઠનની મજબૂતી, કાર્યકર્તાઓની સક્રિયતા અને જનસેવાના કાર્યોને વધુ અસરકારક બનાવવાની દિશામાં જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ તરુણ ચુઘે પંચમહાલ જિલ્લા ભાજપ કોર કમિટી સાથે પણ અલગથી બેઠક યોજી આગામી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા-વિમર્શ કર્યો હતો.
આ સંગઠનાત્મક બેઠકોમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા ભાજપ અધ્યક્ષ મયંકભાઈ દેસાઈ, જિલ્લા પ્રભારી હર્ષદભાઈ વસાવા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, સ્થાનિક ધારાસભ્યો સહિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
