News of Friday, 25th September 2026
ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બાકી રહેલા ૩ વોર્ડના ૧૨ ઉમેદવારોના નામોની ઘોષણા : કમલમ્ ખાતેથી આખરી યાદી જાહેર : જુઓ લિસ્ટ
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ વોર્ડ ૨, ૪ અને ૬ માટે ઉમેદવારો જાહેર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકી રહેલા ૩ વોર્ડના ૧૨ ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ ઉમેદવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નામો આખરી કરવામાં આવ્યા છે.
જાહેર કરાયેલી વિગતો મુજબ બાકી રહેલા વોર્ડ ૨, વોર્ડ ૪ અને વોર્ડ ૬ના તમામ ૪-૪ સીટના ઉમેદવારોના નામોની માહિતી નીચે મુજબ છે:
વોર્ડ નંબર ૨:
* સીટ ૧: સોનલબેન મેહુલભાઇ વાઘેલા
* સીટ ૨: દિપ્તીબેન મનીષભાઇ પટેલ
* સીટ ૩: અરવિંદજી ડાહ્યાજી ઠાકોર
* સીટ ૪: અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા
વોર્ડ નંબર ૪:
* સીટ ૧: મિત્તલબેન ગજેન્દ્રસિંહ વાઘેલા
* સીટ ૨: શ્રીમતી જોશનાબેન મેહલાજી ઠાકોર
* સીટ ૩: રૂપસિંહ રાણાજી ઠાકોર
* સીટ ૪: જશપાલસિંહ પ્રવીણસિંહ બિહોલા
વોર્ડ નંબર ૬:
* સીટ ૧: લીલાબેન વિરમજી ચારેલ
* સીટ ૨: રિન્કુબા પાર્થરાજસિંહ ડોડીયા
* સીટ ૩: નિલેશકુમાર નટવરલાલ મહેરીયા
* સીટ ૪: રાજદીપસિંહ વિક્રમસિંહ ગોલ
આ જાહેર કરાયેલા ઉમેદવારોના નામોની જાણ સારૂં નકલ પ્રદેશ પ્રભારી તરુણજી ચુઘ, પ્રદેશ સહ પ્રભારી અજયજી મહાવર, પ્રદેશ સહ પ્રભારી ગોમતીજી સાઈ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી અરૂણજી બિન્નડી, તેમજ પ્રદેશ મહામંત્રી સર્વશ્રી અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને રવાના કરવામાં આવી છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
