News of Tuesday, 28th April 2026
નર્મદા જિલ્લા પંચાયતમાંથી ભાજપનો સફાયો, આમ આદમી પાર્ટીએ 22 માંથી 15 બેઠકો કબજે કરી
નર્મદા જિલ્લાની ફક્ત નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતમાં ભાજપની જીત જ્યારે ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા પંચાયત સહિત અન્ય 6 તાલુકા પંચાયતની ચુંટણી માટેની માંગ ગણતરી ચુસ્ત પોલીસ વચ્ચે જે તે તાલુકામાં ચાલુ કરવામાં આવી હતી.મતગણતરીને અંતે નર્મદા જિલ્લા પંચાયત માંથી ભાજપનો સફાયો થઈ ગયો છે અને આમ આદમી પાર્ટીએ 22 માંથી 15 બેઠકો કબજે કરી બહુમત મેળવ્યો છે.નર્મદા જિલ્લાની ફક્ત સમ ખાવા પૂરતી નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે જ્યારે ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો છે.
નર્મદા જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 22 બેઠકો માંથી આમ આદમી પાર્ટીને જાવલી, ખોપી, ચીકદા, આંબાવાડી, મંડાળા, ડેડીયાપાડા -1, ડેડીયાપાડા-2, ગરૂડેશ્વર, નઘાતપોર, કેવડીયા, ખડગદા, મોરજડી, માલ સામોટ, સેલંબા, સાગબારા બેઠકો પર આમ આદમી પાર્ટી જ્યારે ભાજપે આમલેથા, પ્રતાપનગર, ભદામ, વડિયા, તિલકવાડા, દેવલીયા અને અગર બેઠકો પર ભાજપે જીત મેળવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે છે નર્મદા જિલ્લા પંચાયત સહિત જિલ્લાની તમામ તાલુકા પંચાયતો ગેટ વખતે ભાજપ પાસે હતી જેમાંથી નર્મદા જિલ્લા પંચાયત સહિત ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયતની સત્તા આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી આંચકી લીધી છે.
તાલુકા પંચાયતની વાત કરીએ તો નાંદોદ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માંથી ભાજપ-13, આપ -4 અને કોંગ્રેસ-0 તથા તિલકવાડા તાલુકા પંચાયતની કુલ 16 બેઠક માંથી ભાજપે-13, આપે-00, કોંગ્રેસે-03 તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠક માંથી ભાજપે-01, આપે-17, કોંગ્રેસે-00 તથા ચીકદા તાલુકા પંચાયતની કુલ 16 બેઠક માંથી ભાજપે-1, આપે-15 તથા સાગબારા તાલુકા પંચાયતની કુલ 18 બેઠક માંથી ભાજપે-5, આપે-13, કોંગ્રેસે-00 તથા ગરુડેશ્વર તાલુકા પંચાયતની કુલ 16 બેઠક માંથી ભાજપે-03 અને આપે-13 બેઠકો મેળવી છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
