તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ચિકદા તાલુકા ખાતે ભાજપ કાર્યકર્તા બેઠક યોજાઈ: સંગઠન મજબૂત બનાવવા વાટાઘાટ
સંગઠન વધુ મજબૂત બનાવવા, કાર્યકરો સાથે સંકલન વધારવા તેમજ વિસ્તારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ચિકદા તાલુકા ખાતે ભાજપની મહત્વપૂર્ણ કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નર્મદા જિલ્લા પ્રમુખ નિલ રાવ, હિતેશ વસાવા (ભોલાભાઈ), એડવોકેટ રાજ વસાવા, ઘનશ્યામ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, પ્રદ્યુમન વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધતા જણાવાયું હતું કે, “જ્યાં કાર્યકર્તાનો પરસેવો પડે છે, ત્યાં વિકાસના નવા ઈતિહાસ રચાય છે.” પદ વગર પણ સતત જનસેવામાં જોડાયેલો કાર્યકર્તા જ ભાજપની સાચી પ્રાણશક્તિ હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ માટે કાર્યકર્તા માત્ર વ્યક્તિ નહીં પરંતુ પાર્ટીની શક્તિ, સંસ્કાર અને સંઘર્ષની ઓળખ છે. કાર્યકર્તાના પરિશ્રમ, સમર્પણ અને જનસેવાના ભાવથી જ ભાજપ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય સંસ્થા બની છે.
બેઠક દરમિયાન સંગઠન વધુ મજબૂત બનાવવા, કાર્યકરો સાથે સંકલન વધારવા તેમજ વિસ્તારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગેવાનોએ કાર્યકરોને સંગઠનના હિતમાં એકજૂથ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
