તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અંગે અમિતભાઈ ચાવડાના નિવેદન પર ભાજપનો પલટવાર : પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે કોંગ્રેસને ઘેરી
"કોંગ્રેસ રાજકીય ભ્રમમાં જીવે છે અને પરજીવી બની ગઈ છે, ચાવડાએ સ્વપ્ન જોવાનું બંધ કરવું જોઈએ" - ડો. અનિલ પટેલનો તીખો હુમલો

ગાંધીનગર:આગામી ૨૦૨૭ની રાજ્ય વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ આપેલા નિવેદન સામે ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે અમિતભાઈ ચાવડાએ સ્વપ્ન જોવાનું બંધ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હાલ રાજકીય ભ્રમમાં જીવી રહી છે અને તે એક પરજીવી પક્ષ બની ગઈ છે.
ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે વધુમાં સ્પષ્ટ કર્યું કે, ભાજપને છેલ્લા ૩૦થી વધુ વર્ષોથી ગુજરાતની પ્રજાના નિરંતર આશીર્વાદ મળી રહ્યા છે. ભાજપનું જમીની સ્તરે પ્રજા સાથે સીધું અને મજબૂત જોડાણ છે, જેના કારણે આગામી ચૂંટણીઓમાં પણ પક્ષને પ્રચંડ બહુમતી પ્રાપ્ત થશે. ડૂબતી કોંગ્રેસે હવે પોતાની સ્થિતિ અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
કોંગ્રેસની વર્તમાન રણનીતિ પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે, એક દ્રષ્ટિએ કોંગ્રેસે ૨૦૨૭ની ચૂંટણીમાં પોતાની હાર અત્યારથી જ સ્વીકારી લીધી છે. ભાજપના નેતૃત્વની કાર્યક્ષમતા, શક્તિ અને સ્પષ્ટ વિઝનના પરિણામે જ આજે પણ લોકો મોટી સંખ્યામાં ભાજપ સાથે જોડાવા માટે ઉત્સુક છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
