<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

મનપામાં ૫૦%થી વધુ 'મતની સરેરાશ જાળવવા વધુ મતદાનની ભાજપની કવાયત

રવિવારની રજા ૪૩ ડિગ્રીની તીવ્ર ગરમી અને અકળ મતદાતા : ૧૫ મહાનગરોની ચૂંટણી તમામ પક્ષો માટે કસોટી

અમદાવાદ તા.૨૪: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીમાં મહાનગરો ભાજપનો ગઢ રહ્યા છે તેનું એક કારણ કુલ મતદાનમાંથી સરેરાશ ૫૦ ટકાથી વધુ થવાનું છે ત્‍યારે ૪૩ ડિગ્રી જેટલી મત ભાજપને મળતા રહ્યા છે તે છે. જો કે ૨૬મીને રવિવારે મતદાન ગરમી અને રવિવારની રજાનો માહોલ અકળ મતદારો પર ઝાઝો  ૫૦% વધુ મતની સરેરાશ જાળવવા વધુ વોટિગ થાય તે માટે ભાજપે વ્‍યાપક વ્‍યૂહ અમલમાં મૂક્‍યો છે. ભાજપના રણનીતિકારો ભાજપના કમિટેડ મતદારો પ્રતિ આશ્વસ્‍થ છે છતાં અન્‍ય મતદારોનું પણ સાતત્‍ય જળવાય અને કુલ પરિણામમાં કોઈ જ ઊલટફેર ન થાય તે માટે પેજ પ્રમુખોથી માંડી બૂથ લેવલ અને માઇક્રો મેનેજમેન્‍ટનો વિવિધ સ્‍તરી વ્‍યૂહ અમલમાં મૂકાયો છે.

છેલ્‍લે ૨૦૨૧માં થયેલી ચૂંટણીમાં સુરતને બાદ કરતા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ અને વડોદરા તમામમાં ૫૦ ટકાથી વધુ મત ભાજપને મળ્‍યા હતા. છ મહાનગરોમાં સુરતમાં જ ભાજપને મળેલા મતદાનની સૌથી ઓછી ટકાવારી ૪૮.૯૮ ટકા જેટલી રહી હતી. તેનું એક કારણ આમ આદમી પાર્ટીને ૨૮.૪૭ ટકા મત મળ્‍યાનું હતું. જેમાં આપને ૨૭ બેઠકો પણ મળી હતી. સુરતમાં કોંગ્રેસ કરતા પણ વધુ મતો આપને મળ્‍યા છે. તમામ મહાનગરોમાં સુરતનો દેખાવ ભાજપ માટે મતોની ટકાવારીની દ્રષ્ટિએ નબળો તો આપ માટે સૌથી વધુ આશાસ્‍પદ રહ્યો હતો. તેને ધ્‍યાનમાં રાખીને જ ૨૦૨૬માં ભાજપ અને આપ દ્વારા સૌથી વધુ જોર સુરતમાં લગાવાઈ રહ્યું છે. ભાજપના ટોચના નેતાઓના સુરતમાં રોડ-શો અને રેલી યોજાઈ રહી છે. ભાજપના ઉમેદવારોને જીતાડવા પક્ષ તમામ તાકાત લગાવી રહ્યો છે. તો આપના ગુજરાતના ધારાસભ્‍ય-નેતાઓ અને દિલ્‍હી-પંજાબથી આવતા નેતાઓ પણ સુરતમાં સૌથી વધુ પ્રચાર કરી રહ્યા છે. રાજકોટમાં પણ આપ નોંધપાત્ર ૧૭.૪૦ ટકા મત મળ્‍યા હતા. તે જોતા આ વખતે યોજાનારી કુલ ૧૫ મહાનગરોની ચૂંટણીમાં રસપ્રદ જંગ અને પરિણામો સુરત માટે નોંધાઇ શકે છે.

અમદાવાદ, વડોદરા સહિતના મુખ્‍ય શહેરો રાજકીય રીતે ફેરફારના સૂચક ગણાતા હોય છે. આ બન્ને શહેરોમાં ભાજપને સૌથી વધુ મત છેલ્‍લી ચૂંટણીમાં મળ્‍યા હતા. જો કે આ વખતે જે માહોલ છે અને તમામ પક્ષો મતદારોને પોતાની તરફે ખેંચવા આકાશપાતાળ એક કરવા સમાન ભરચક પ્રયાસ કરી રહ્યા છે તે જોતા અન્‍ય મહાનગરોમાં પણ ચૂંટણી જંગ કટોકટનો રહી શકે છે. ભાજપ માટે નવા ઉમેરાયેલા મહાનગરોને પણ ભાજપનો ગઢ સાબિત કરવાનો પડકાર છે. કોંગ્રેસ માટે મહાનગરો નબળી કડી સાબિત થતા આવ્‍યા છે તે પરંપરાને તોડીને ૨૦૨૭ માટે માર્ગ ખુલ્‍લો કરવાની છેલ્‍લી તક છે. બાકીના મહાનગરોમાં થોડાઘણાં ઉમેદવાર પણ ચૂંટાય તો ૨૦૨૭ પૂર્વે અન્‍ય મહાનગરોમાં પણ પોતાના પ્રતિનિધિ થકી હાજરી પૂરાવાની તક રહેલી છે. નેતાઓ, ઉમેદવારોને પસીનો વહાવ્‍યા વિના છૂટકો નથી.

(10:25 AM IST)