<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

મહેસાણાની બહુચરાજી APMCની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત : ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય

વેપારી વિભાગની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણી પરિણામ બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ

મહેસાણાની બહુચરાજી APMCની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણી પરિણામ બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના નેતા સુખાજી ઠાકોરે આ શાનદાર જીતનો શ્રેય દરેક ખેડૂત મંડળીને આપ્યો હતો અને ખેડૂતોના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બહુચરાજી APMCમાં ભાજપની આ જીતથી મહેસાણા જિલ્લાના સહકારી અને કૃષિ ક્ષેત્રમાં ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.

(6:14 PM IST)