<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જંગી જીત : 20માંથી પે 18 બેઠકો પર જીત મેળવી સત્તા હાંસલ કરી

પાટણમાં ભાજપની રણનીતિ સામે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા :કોંગ્રેસ અને અપક્ષને મળી 1-1 બેઠક

પાટણના પાંચ વોર્ડની કુલ 20 બેઠકો માટે યોજાયેલી મતગણતરી પૂર્ણ થતા ભાજપે જંગી બહુમતી સાથે સત્તાના સૂત્રો ફરીથી પોતાના હસ્તક લીધા છે.

ભારતીય જનતા પાર્ટીને 18 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસને ફાળે 01 બેઠક આવી છે. જ્યારે અપક્ષના ખાતામાં 01 બેઠક રહી છે. પાટણમાં ભાજપની રણનીતિ સામે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.

પાટણ નગરપાલિકામાં કૂલ 20 બેઠકોમાંથી 18 બેઠકો જીતીને ભાજપે શહેરના વિકાસ કાર્યો પર જનતાના આશીર્વાદ મેળવ્યા છે. માત્ર એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

 

(9:22 PM IST)