તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ભાજપનો ગઢ ગરુડેશ્વર તાલુકામાં આમ આદમી પાર્ટીની જીત બાદ ભાજપનું મનોમંથન
સાંસદ મનસુખભાઈ વસાવા , ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ભાજપનો ગઢ ગણાતા ગરુડેશ્વર તાલુકાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 4 બેઠકો આમ આદમી પાર્ટીએ જીત મેળવતા ભાજપનો ગઢ તુટી ગયો છે. જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે હાર બાદ ભાજપના સિનિયર આગેવાનો અને ભાજપના કાર્યકરો સરપંચોને એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે ભેગા કર્યા અને જરૂરી મનોમંથન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા , ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આગેવાનોએ કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને ઉત્સાહ ભરી, સૌને સંગઠનના કાર્યમાં તત્પરતાથી લાગી જવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં હારના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
