<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

મોડાસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપનો માર્ગ મોકળો :શહીદ જવાનની પત્ની બન્યા પ્રમુખ

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે 10-10 બેઠકોની ટાઈ હોવા છતાં, અંતિમ સમયે કોંગ્રેસના બે સભ્યોની ગેરહાજરી ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો કરી ગઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતની રસાકસીભરી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે 10-10 બેઠકોની ટાઈ હોવા છતાં, અંતિમ સમયે કોંગ્રેસના બે સભ્યોની ગેરહાજરી ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો કરી ગઈ હતી.

ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે શહીદ જવાનની પત્ની ભારતીબેન ખાંટ અને ઉપપ્રમુખ તરીકે રાકેશ પટેલ ચૂંટાયા છે. તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વાર જીવણ રબારીની નિમણૂક કરવામાં આવી છે

મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસની 10-10 બેઠકો હોવાથી ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની હતી. જોકે, કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા ભાજપની સત્તા પર બેઠક નિશ્ચિત થઈ હતી. આ વિજય બાદ મોટી સંખ્યામાં સમર્થકોએ એકત્ર થઈને વિજયોત્સવ મનાવ્યો હતો.

 

 

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતમાં રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસ પાસે વધુ બેઠકો હોવા છતાં આંતરિક ખેંચતાણ અને ક્રોસ વોટિંગના કારણે તેમણે સત્તા ગુમાવવી પડી છે. મેઘરજમાં કોંગ્રેસના 11 સભ્યોમાંથી બે સભ્યોએ છેલ્લી ઘડીએ પક્ષના વલણથી વિરુદ્ધ જઈને ભાજપને ટેકો જાહેર કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. એક અપક્ષ અને બે કોંગ્રેસના બળવાખોર સભ્યોના ટેકા સાથે ભાજપે કુલ 13 બેઠકોના સમર્થનથી સત્તા હાંસલ કરી છે, જેના ભાગરૂપે ભાજપના સમર્થનથી કોંગ્રેસના જ ભરત ખાંટ પ્રમુખ પદે બિરાજમાન થયા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે અરવિંદ ખરાડીની વરણી કરવામાં આવી છે. વધુ બેઠકો હોવા છતાં કોંગ્રેસની આ સત્તા વિરોધી સ્થિતિ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

(3:02 PM IST)