News of Thursday, 16th April 2026
સુરત જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ‘બિનહરીફ’ સ્ટ્રોક : ભાજપનો મતદાન પૂર્વે જ 28 બેઠકો અને 1 પાલિકા કબજે
જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી 5 બેઠક બિનહરીફ જાહેર :માંડવી, ઉમરપાડા, મહુવા, અંબિકા અને અરેઠ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો

સુરત જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૂંટણી પહેલા જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકની બેઠકો બિનહરીફ જાહેર કરવામાં કોઈ કસર છોડવામાં આવી ન હતી.જે તે વિસ્તારના ધારાસભ્ય સંગઠન હોદ્દેદારો મેદાનમાં હતાં. જેને પગલે સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી 5 બેઠક બિનહરીફ જાહેર કરી હતી. જેમાં ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે મેહનત લઈને તાલુકામાં કીમ, મોર અને સાયણ તેમજ પલસાણામાં પલસાણા બેઠકનો સમાવેશ થાય છે
મતદાન પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા જ તાલુકા જિલ્લા અને નગરપાલિકાની બેઠકો બિનહરીફ જાહેર કરવા માટે જે તે વિસ્તારના ધારાસભ્ય સંગઠન હોદ્દેદારો મેદાનમાં હતાં. જેને પગલે સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી 5 બેઠક બિનહરીફ જાહેર કરી હતી. જેમાં ઓલપાડ તાલુકામાં કીમ, મોર અને સાયણ તેમજ પલસાણામાં પલસાણા બેઠકનો સમાવેશ થાય છે. મહત્વની બાબત એ છે કે આ 4 બેઠકોમાં સાયણ અને પલસાણા બેઠક બિનઅનામત સામાન્ય હતી.
જ્યારે કીમ બેઠક મહિલા સામાન્યઅનામત બેઠક હતી. આ મહત્વનીબેઠકો ઉપર કબજો કરતાં અનેકરાજકીય સમીકરણો બદલાયા છે.એજ રીતે વાત કરીએ તો જિલ્લાની11 તાલુકા પંચાયતની 204 બેઠકોપૈકી 23 બેઠક બિનહરીફ થઈ હતી.જ્યારે નગરપાલિકાની તરસાડીનગરપાલિકામાં 28 બેઠકો પૈકી 15બેઠક બિનહરીફ જાહેર થતાં ચૂંટણીપહેલા જ તરસાડી નગરપાલિકાઉપર ભાજપનો કબજો થઈ ગયો છે.બારડોલી નગરપાલિકાની 28 બેઠકોપૈકી 2 બેઠક બિનહરીફ જાહેર થઈછે.
હવે આ સ્થીતી : જિલ્લા-તાલુકાપંચાયતોમાં ફોર્મની ખેંચતાણ અનેરદ્દીકરણ બાદ હવે જિ. પં. 93 અનેતા. પં. 548 ઉમેદવારો મેદાનમાંરહેશે. સુરત જિલ્લા પંચાયતની 36બેઠકો માટે 138 ફોર્મ ભરાયા હતાં.જેમાંથી 7 ફોર્મ ખેંચવામાં આવ્યાહતાં. 38 ફોર્મ રદ્દ થયા હતાં, અનેહવે કુલ 32 બેઠક માટે 93ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
એજરીતે વાત કરીએ તો અંબિકા તાલુકાપંચાયતમાં 16 બેઠક ઉપર 69 ફોર્મભરાયા હતાં. એક પણ ઉમેદવારીપત્ર પરત ખેંચવામાં આવ્યું નથી. 18ફોર્મ રદ્દ થયા છે. 51 ઉમેદવારો હાલમેદાનમાં રહ્યા છે. અરેઠ તાલુકાપંચાયતની 16 બેઠક ઉપર 51 ફોર્મભરાયા હતાં. અહીં 1 ફોર્મ પાછુખેંચવામાં આવ્યું હતું. બે ફોર્મ રદ્દથતાં 48 ઉમેદવારો મેદાનમાં છે.
બારડોલી તાલુકા પંચાયતમાં 22બેઠકો માટે 67 ફોર્મ ભરાયા હતાં. 1ફોર્મ ખેંચવામાં આવ્યું હતું. 7 ફોર્મરદ્દ થયા છે. હાલ 59 ઉમદેવારોમેદાનમાં છે. ચોર્યાસી તાલુકાપંચાયતમાં 16 બેઠક ઉપર 63 ફોર્મભરાયા હતાં. બે ફોર્મ પરત ખેંચાયાહતાં. 22 રદ્દ થયા હતાં.
કુલ 39ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.કામરેજની 20 બેઠક ઉપર 68 ફોર્મભરાયા હતાં. 2 પરત ખેંચવામાંઆવ્યા હતાં. 16 ફોર્મ રદ્દ થયા હતાં.40 ઉમેદવારો મેદાનમાં છે.મહુવાની 16 બેઠક પર 66 ફોર્મભરાયા હતાં. અહીં એક પણઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુનથી, 24 ઉમેદવારીપત્ર રદ્દ થતાંહાલ 42 ઉમેદવારો મેદાનમાં છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
