તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ

શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા થઇ રહેલ ચક્ષુદાન પ્રવૃતિ બાબતે SGVP ગુરૂકુળ છારોડી અમદાવાદના સ્થાપક પ્રખર વક્તા વેદાંતાચાર્ય પૂજ્ય સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીને રૂબરૂ મળી સમિતિ દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ અભિયાનના વિવિધ કાર્યક્રમો પ્રયાસોની જાણકારી તેમજ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦ જેટલા ચક્ષુદાન પ્રાપ્ત થયા છે તે અંગેની વિસ્તૃત માહિતી આપેલ. પૂજ્ય માધવપ્રિયાજીએ સમિતિની આ શ્રેષ્ઠ પ્રવૃતિને બિરદાવી શુભાશિષ પાઠવેલ અને દરેક ભાઇઓ બહેનોને આ ઉમદા ચક્ષુદાન પ્રવૃતિમાં તન મન ધન પૂર્વક સહયોગ આપવાની અપીલ કરેલ. આ મુલાકાત વેળાએ સમિતિના અનુપમ દોશી (મો. ૯૪૨૮૨ ૩૩૭૯૬), જનાર્દન આચાર્ય, નિવૃત પ્રિન્સીપાલ વી.ડી.વઘાસિયા, બાબુભાઇ રાણપરિયા ઉપસ્થિત રહેલ.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
