તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક સર્જાયોઃ નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશેઃ એક ટ્રેન રદ
મણિનગર-વડોદરા ઇન્ટરસીટી ૬ મે ના રોજ નહીં દોડેઃ મુસાફરોને મુસાફરીનું આયોજન નવા સમય પત્ર મુજબ કરવા તંત્રની અપીલ

વડોદરાઃ નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે જ્યારે એક ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા ડિવિઝન હેઠળ આવતા વડોદરા–ગેરતપુર સેક્શનમાં નડિયાદ યાર્ડ ખાતે મહત્વપૂર્ણ ઇજનેરી કામગીરી હાથ ધરવામાં આવી છે.
બ્રિજ નંબર 670 પર રોડ અંડર બ્રિજ (RUB)ના પુનર્નિર્માણ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. રિલીવિંગ ગર્ડર પદ્ધતિથી થઈ રહેલા આ કામને કારણે આજે અને આગામી દિવસોમાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.
નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસ (12656): ચેન્નાઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી આ ટ્રેન વડોદરા ડિવિઝનમાં અંદાજે 10 મિનિટ વિલંબથી દોડશે.
ઇજનેરી કાર્યની ગંભીરતાને ધ્યાનમાં લેતા, આગામી તા. 6 ના મણિનગર–વડોદરા ઇન્ટરસિટી (19036): આ ટ્રેન 6 મેના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન આ બદલાયેલા સમયપત્રક મુજબ કરે જેથી કોઈ અગવડતા ન પડે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
