News of Thursday, 4th June 2026
વડોદરામાં રસ્તા વચ્ચે લોહિયાળ ખેલ, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે સરેઆમ જીવલેણ હુમલો:પંથકમાં મસમોટી સનસનાટી
માથાભારે તત્વોનો બેફામ આતંક, વડોદરાવાસીઓમાં ભારે ફફડાટ: લોહી નિતરતી હાલતમાં વાન ચાલક હોસ્પિટલ ભેગો: પોલીસે નાકાબંધી કરી હુમલાખોરોને દબોચવા કડક ચક્રગતિમાન કર્યા

વડોદરા: વડોદરામાં જાણે ગુનેગારોને પોલીસનો સહેજ પણ ખોફ ન રહ્યો હોય તેમ ધોળા દિવસે આતંક મચાવતો એક અત્યંત ચોંકાવનારો અને સણસણતો હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, શહેરમાં સ્કૂલ વર્ધીની વાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક સ્થાનિક યુવકને અગાઉની કોઈ અદાવત અથવા તો રસ્તા પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે કેટલાક માથાભારે શખ્સો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વણસ્યો કે હુમલાખોરોએ કાયદો હાથમાં લઈને જાહેરમાં જ ધારદાર અને ઘાતક ધારીયા વડે યુવક પર કાળઝાળ પ્રહાર ઝીંકી દીધા હતા!
માંજલપુર વિસ્તારમાં આવેલા અલવા નાકા પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતો રાહુલ વિજયભાઈ ભરવાડ ઇકો કાર ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવવું છે કે, ગઈકાલે હું મારી ગાડીમાં વિદ્યાર્થીઓને સુંદરપુરા પાટિયાથી છોડીને પરત ઘરે આવતો હતો ત્યારે રાત્રે સવા નવ વાગે માણેજા કંપની સામે ઊભો હતો. તે દરમિયાન મનુ ભરવાડ (રહે-ગોકુળ નગર મકરપુરા)એ મારી પાસે આવીને ઝઘડો કરી જણાવ્યું હતું કે આ રૂટ તારા બાપનો નથી... અને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.
તે દરમિયાન એક સગીર પણ ત્યાં આવી ગયો હતો અને ધારીયા વડે મારા પર હુમલો કરી મને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હું જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી ગયો હતો. હું પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયો હતો પરંતુ મને વધારે પડતું હોય નીકળતો હોય હું બેભાન થઈ ગયો હતો. તો ત્યારબાદ મને કઈ યાદ નથી. હું ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતો.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
