તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ગાંધીનગરમાં લોહિયાળ ગેંગવોરઃ૧૧ ને રાઉન્ડ અપ કરાયા
ઘટના પાછળ સરકારી પદ અપાવવાના નામે થયેલું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા ‘આરહા ફિટનેસ જીમ' બહાર સોમવારે મોડી રાત્રે થયેલી લોહિયાળ ગેંગવોર પાછળ સરકારી પદ અપાવવાના નામે થયેલું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે.
રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશન (RTDC) માં ચેરમેન પદની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પાછા ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક હુમલામાં બે યુવકોને શરીરના ભાગે છરી અને ધારીયાના અસંખ્ય ઘા ઝીંકી દેવાતા ચકચાર મચી ગઈ છે.
આ મામલે અમદાવાદના નવા નરોડાના રહીશ ઉત્સવ રોહિતકુમાર પટેલે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૧૧ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
