તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
અંકલેશ્વર પાસે બોરભાઠા ગામ નજીક કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં નવજાત બાળકને આ રીતે ત્યજી દેવાની કે મૃતદેહ મળવાની આ ત્રીજી ઘટના

ભરૂચના અંકલેશ્વર પાસે આવેલા બોરભાઠા ગામ નજીક કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અમાનવીય ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતદેહને કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ચિંતાજનક બાબત એ છે કે અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં નવજાત બાળકને આ રીતે ત્યજી દેવાની કે મૃતદેહ મળવાની આ ત્રીજી ઘટના સામે આવી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
