News of Saturday, 21st November 2026
હાલોલ-વડોદરા બાયપાસ પર વિશ્વામિત્રી કોતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો: હત્યા થયાની આશંકા
તકના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળતા હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા

પંચમહાલ જિલ્લાના હાલોલ-વડોદરા બાયપાસ રોડ પર આવેલા વિશ્વામિત્રી કોતરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કોતરમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ મૃતદેહને કોતરમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળતા હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું રહસ્ય ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જોકે PM રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
