News of Monday, 29th June 2026
ચાર દિવસ બાદ પૂરમાં તણાઈ ગયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો, કોલીવાડા ગામમાં શોકની લાગણી
ઘાટોલી ગામના સ્મશાન નજીક નીચાણવાળા વિસ્તારમાં મૃતદેહ મળતા પોલીસ, NDRF અને તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોલીવાડા (બોગજ) ગામની રહેવાસી ઊર્મિલાબેન રમેશભાઈ વસાવા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવેલા અચાનક પૂરના વહેણમાં તણાઈ ગયા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આજે તેમનો મૃતદેહ ઘાટોલી ગામના સ્મશાન નજીક નીચાણવાળા વિસ્તારમાં મળી આવ્યો છે.
મૃતદેહ મળ્યાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ, NDRFની ટીમ તેમજ સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ કરુણ ઘટનાથી કોલીવાડા (બોગજ) સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગ્રામજનોએ મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
વરસાદી મોસમ દરમિયાન નદી, નાળા અને વહેણવાળા વિસ્તારોમાં અવરજવર કરતી વખતે પૂરતી સાવચેતી રાખવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
