તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ચોમાસામાં પલળી ગયેલાં પુસ્તકો બદલી અપાશેઃ અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો રાહતરૂપ નિર્ણય

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરના પાણી ભરાવાને કારણે જે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પલળી ગયા કે નુકસાન પામ્યા છે, તેમને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિનામૂલ્યે નવા પુસ્તકો પૂરા પાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આ પગલું ભરાયું છે, જેથી ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનું શિક્ષણ અટકે નહીં.
પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાના જણાવ્યા મુજબ, તમામ સરકારી અને અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ (DPEO)ને ત્વરિત સર્વે કરી માંગણી પત્રક મોકલવા આદેશ અપાયા છે. માંગણી પત્રક મળતાં જ નવો જથ્થો ત્વરિત મોકલાશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને ચિતા ન કરવા તથા તુરંત પોતાની શાળાનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
