<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

નવસારીમાં બોરિયાચ ટોલનાકે સ્થાનિકોને મોટી રાહત: GJ-21 વાહનોને હાલ પૂરતી ટેક્સ મુક્તિ

સ્થાનિકોએ ‘ના કર’ સમિતિએ ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી હતી: વધતા વિરોધને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અપાઈ

નવસારી જિલ્લાના બોરિયાચ ટોલનાકે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટેક્સ વસૂલવાના મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ હાલ પૂરતો GJ-21 પાસિંગ ધરાવતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મે બાદ ટોલ વસૂલાત શરૂ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ‘ના કર’ સમિતિએ ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી હતી. વધતા વિરોધને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત આપવામાં આવી છે, જોકે સ્થાનિકોને મળેલી આ ટેક્સ મુક્તિ કાયમી રહેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(11:11 AM IST)