<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે બોરીયાબેટ ફિલ્ડ ફાયરિંગ રેન્જ જાહેર: 10 વર્ષ માટે મંજૂરી

સર્વે નંબર 12-B હેઠળની 53 હેક્ટરથી વધુ સરકારી જમીન ફાયરિંગ રેન્જ માટે અધિકૃત કરાઈ :BSFના જવાનો જીવંત દારૂગોળાનો ઉપયોગ કરીને ફાયરિંગ અને આર્ટિલરીની પ્રેક્ટિસ કરી શકશે.

વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે બોરીયાબેટ ફિલ્ડ ફાયરિંગ રેન્જ જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. BSFના જવાનોની સૈન્ય સજ્જતા અને યુદ્ધક્ષમતા વધારવાના હેતુથી આ રેન્જને 10 વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.

  જાહેરનામા મુજબ, સર્વે નંબર 12-B હેઠળની 53 હેક્ટરથી વધુ સરકારી જમીન ફાયરિંગ રેન્જ માટે અધિકૃત કરવામાં આવી છે. અહીં BSFના જવાનો જીવંત દારૂગોળાનો ઉપયોગ કરીને ફાયરિંગ અને આર્ટિલરીની પ્રેક્ટિસ કરી શકશે. સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોની તાલીમ અને તૈયારીઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 10 વર્ષ સુધી આ મંજૂરી અમલમાં રહેશે. આ વિસ્તારમાં ફાયરિંગની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

(7:43 PM IST)