<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

બ્રેક ઈન ઈન્ડિયા કંપની ઝઘડિયા ના કર્મચારી પર ધારીખેડા પાસે ટામી વડે હુમલો, ત્રણ સામે ફરિયાદ

ધારીખેડા સુગર ફેક્ટરીના પેટ્રોલપંપ નજીક આવતા આરોપીઓ તેમની ડીઓ સ્કુટર ઉપર આવી હુમલો કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામ પાસે ટામી વડે હુમલામાં બે ને ઇજા થતાં ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

   મળતી માહિતી અનુસાર મયુરભાઈ દેવિપ્રસાદ સીંગ ઠાકોર (રહે આમલેથા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા) તથા બીજા બે અજાણ્યા શખ્શોએ ફરિયાદી સુરેન્દ્રભાઈ કાનજીભાઈ વસાવા, રહે, આમલેથા સરપંચ ફળીયુ તથા સાહેદ તા.૨૧/૦૪/૨૦૨૬ના રોજ ઝઘડીયા ખાતે આવેલ બ્રેક ઈન ઈન્ડિયા કંપનીમાં સેકન્ડ સિફ્ટની નોકરી પુર્ણ કરી રાત્રીના આશરે સવા બારેક વાગે કંપનીની બસમાં બેસી ઘરે આવવા માટે નિકળેલ અને પ્રતાપનગર ખાતે પેટ્રોલપંપ પાસે બસમાંથી ઉતરી ફરીયાદી પોતાની મો.સા ઉપર સુરેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા તથા કિશનભાઈ વસાવા તથા નયનભાઈ કંચનભાઈ વસાવા નાઓ સાથે મો.સા ઉપર બેસી ઘરે આવતા હતા તે સમયે રાત્રીના આશરે દોઢેક વાગ્યાના અરસામાં ધારીખેડા સુગર ફેક્ટરીના પેટ્રોલપંપ નજીક આવતા આરોપીઓ તેમની ડીઓ સ્કુટર ઉપર આવી ફરીયાદીની ગાડીને ઓવરટેક કરી મો.સા. ઉભી રખાવી મયુરભાઈ દેવિપ્રસાદસીંગ ઠાકોર નાઓએ ફરીને તથા સુરેન્દ્રભાઇ નાઓને માથાના ભાગે ટામી મારી તથા તમામ આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા આમલેથા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:43 PM IST)