તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ગાંધીનગરમાં બ્રિક્સ યુથ એનર્જી સમિટનું આયોજન

રાજકોટઃ ભારત ૨૦૨૬ માં બ્રિક્સ પ્રમુખપદ ધરાવે છે. જેના ભાગરૂપે ૧૭ અને ૧૮ ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં બ્રિક્સ યુથ એનર્જી સમિટ યોજાવા જઈ રહી છે. આ બે દિવસ દરમિયાન ગાંધીનગર ઊર્જા ક્ષેત્રના યુવા દિમાગ, નીતિ ઘડવૈયાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓની હાજરીનું સાક્ષી બનશે. જેમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને યુએઈ સહિત ૧૧ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. રાજકીય અને વહીવટી બેઠકો માટે જાણીતું આ શહેર હવે યુવા અને ઊર્જા પર આંતરરાષ્ટ્રીય સંવાદનું કેન્દ્ર બનશે. આ સમિટથી ગ્રીન ડેવલપમેન્ટ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક છબી વધુ મજબૂત બનશે.સાયકલથી લઈને સેમિકન્ડક્ટર સુધીની સફર : ૧૯૫૧ માં ભાવનગરના મહારાજા અને તત્કાલીન મદ્રાસ રાજ્યના ગવર્નર કૃષ્ણકુમાર ગોહિલ દ્વારા જે હર્ક્યુલસ ગ્રુપની સાયકલ ફેક્ટરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, તે જ કંપની હવે સાણંદમાં સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવી રહી છે. સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સની પેટાકંપની સીજી સેમી દ્વારા ૭૬૦૦ કરોડના રોકાણ સાથે અહીં ઓએસએટી ફેસિલિટી સ્થાપવામાં આવી છે. આ એડવાન્સ્ડ ટેકનોલોજી સેક્ટરમાં પ્લાન્ટ ફલોર પર મોટાભાગની કામગીરી મહિલાઓ દ્વારા સંભાળવામાં આવી રહી છે. મલેશિયામાં તાલીમ પામેલી ગુજરાત અને અન્ય રાજ્યોની યુવા મહિલા એન્જીિનિયરો મશીન ઓપરેશનથી લઈને પ્રોસેસ ક્વોલિટી સુધીની જાટિલ જવાબદારીઓ બખૂબી નિભાવી રહી છે.( ધ સેક્રેટરીએટ ડોટ કોમનો અહેવાલ સાભાર)
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
