હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
વડોદરાની વાઘોડિયા નગરપાલિકાના સર્વપ્રથમ પ્રમુખપદે બ્રિજેશ ગોસ્વામી અને ઉપપ્રમુખ તરીકે સંદીપ ડોડીયાના નામની જાહેરાત
પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પટેલ અને દંડક તરીકે કપિલાબેન વસાવા તેમજ કારોબારી ચેરમેન તરીકે કૃણાલ મહેતાની વરણી

વડોદરાની વાઘોડિયા નગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી બાદ આજે નવા હોદ્દેદારોની પણ નિમણુક થઈ છે. જેમાં નગરપાલિકાના સર્વપ્રથમ પ્રમુખ તરીકે બ્રિજેશ ગોસ્વામી અને ઉપપ્રમુખ તરીકે સંદીપ ડોડીયાના નામની સત્તાવાર જાહેરાત થઈ હતી. જ્યારે પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પટેલ અને દંડક તરીકે કપિલાબેન વસાવા તેમજ કારોબારી ચેરમેન તરીકે કૃણાલ મહેતાની વરણી થઈ છે.
વડોદરા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા મહામંત્રી અધ્યારૂ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વરણી પ્રક્રિયામાં ભાજપના ૨૨, કોંગ્રેસના ૧ અને ૧ અપક્ષ સહિત કુલ ૨૪ સભ્યો હાજર રહ્યા હતા.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
