હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડ્રગ્સ, સાયબર માફિયાઓ સામેના જંગમાં બ્રિટને ગુજરાત સાથે હાથ મિલાવ્યાઃ હાઈલેવલની બેઠક મળી
પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવ ડ્રગ્સ, સાયબર ફ્રોડ મામલે કોઈ કસર છોડવા માંગતા નથી આધુનિક ટેકનીક અને પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેની ચર્ચામાં IPS લોકેશ યાદવ અને વિવેક ભેડા પણ સહયોગી બન્યા

રાજકોટ, તા.૧૯: ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવ સાથે યુકેના બ્રિટિશ હાઈ કમિશન, નવી દિલ્હીના પ્રતિનિધિમંડળની ઉચ્ચસ્તરીય ઓફિશિયલ મીટિંગ યોજાઈ હતી.
બેઠકમાં બ્રિટિશ હાઈ કમિશન તરફથી ફર્સ્ટ સેક્રેટરી (પોલિટિકલ સેક્શન) શ્રી જેઝ સ્ટેનલી, ગુજરાત-રાજસ્થાનના ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીફન હિકલિંગ તથા સુશ્રી પ્રજ્ઞા શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસ તરફથી ANTE ના એસ.પી. શ્રી લોકેશ યાદવ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. શ્રી વિવેક ભેડા સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
SOCNet ફ્રેમવર્ક, ડ્રગ્સની હાલની પરિસ્થિતિ, નશીલા પદાર્થોની હેરફેરના બદલાતા ટ્રેન્ડ્સ અને સાયબર ક્રાઇમના નવા પેટર્ન અંગે વિગતવાર ચર્ચા થઈ. ડ્રગ્સ નિયંત્રણ અને સાયબર ક્રાઇમ નિવારણ ક્ષેત્રે માહિતી વિનિમય, ટેકનિકલ સહયોગ અને ક્ષમતાવર્ધન માટે સંકલિત કામગીરી કરવા સકારાત્મક વિચારવિમર્શ થયો.
આ મીટિંગ રાજ્યમાં ડ્રગ્સ તથા સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક કાર્ય કરવા દિશામાં મહત્વપૂર્ણ બની હતી.
મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા
મીટિંગ દરમિયાન SOCNet ફ્રેમવર્ક અંગે વિસ્તળત માહિતીની આપ-લે કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની હાલની પરિસ્થિતિ, નશીલા પદાર્થોની હેરફેરના બદલાતા ટ્રેન્ડ્સ તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓના નવા પેટર્ન અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.
ટેકનિકલ સહયોગ પર ભાર
ડ્રગ્સ નિયંત્રણ અને સાયબર ક્રાઇમ નિવારણ ક્ષેત્રે માહિતી વિનિમય, ટેકનિકલ સહયોગ, ક્ષમતાવર્ધન અને ભવિષ્યમાં સંકલિત રીતે કામગીરી કરવા અંગે બંને પક્ષો વચ્ચે સકારાત્મક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ મીટિંગ રાજ્યમાં ડ્રગ્સ તથા સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક અને સુમેળભર્યું કાર્ય કરવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ મહત્વની અને ઇન્ટરનેશનલ લેવલની ડો. કે. એલ.એન.રાવના અધ્યક્ષ સ્થાનવાળી બેઠકમાં તેમની સાથે મહત્વની જવાબદારી સાંભળતા લોકેશ યાદવ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનાએસ.પી. શ્રી વિવેક ભેડા સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
SOCNet ફ્રેમવર્ક, ડ્રગ્સની હાલની પરિસ્થિતિ, નશીલા પદાર્થોની હેરફેરના બદલાતા ટ્રેન્ડ્સ અને સાયબર ક્રાઇમના નવા પેટર્ન અંગે વિગતવાર ચર્ચા થઈ. ડ્રગ્સ નિયંત્રણ અને સાયબર ક્રાઇમ નિવારણ ક્ષેત્રે માહિતી વિનિમય, ટેકનિકલ સહયોગ અને ક્ષમતાવર્ધન માટે સંકલિત કામગીરી કરવા સકારાત્મક વિચારવિમર્શ થયો.
આ મીટિંગ રાજ્યમાં ડ્રગ્સ તથા સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક કાર્ય કરવા દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
