તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
દેડિયાપાડાના ડાબકા આંબાફળીયામાં બનેલી ઘટનામા વીજળી પડતા ભેંસનું મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ડાબકા આંબાફળીયા માં વીજળી પડવાના કારણે ભેંસ નું મોત થયુ હતું
ભંગડાભાઇ રાજીયાભાઇ વસાવા( ઉં.વ.૪૩ )ધંધો.ખેતમજુરી ( રહે.ડાબકા આંબાફળીયુ તા.દેડીયાપાડા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેઓ પોતાની પત્નિ સાથે તેમના ગામની સીમમા ખેતરમાં આવેલ ઘરે હાજર હતા અને તે વખતે સવારના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામા અચાનક ગાજવીજ સાથે વરસાદી વાવાઝોડુ આવતા તેમના ગામમા આવેલ ઘરના આંગણામા તબેલામા ઢોરો બાંધેલ હોય જ્યાં આગળ અચાનક આકાશી વિજળી પડતા તેમની એક કાળા કલરની ભેંસ ઉં.વ.આ.૧૦ સ્થળ ઉપર જ મોત થયું હતું. દેડિયાપાડા પોલીસે નોંધ લઇ આગળ ની કાર્યવાહી કરી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
