તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રાજપીપળા સરકારી ઓવારા પાસે જર્જરિત પુલના બંને છેડે દીવાલ ઉભી કરતા શાળામાં જતા બાળકો માટે કાચો પુલ બનાવાયો
રામગઢ ગામના સરપંચની મદદથી પુલની બાજુમાં જ કાચો રસ્તો પાંચ ગામના લોકોએ બનાવી દેતા રાહત:નવા પુલ માટે મંજૂરી મળી છે પરંતુ એ ક્યારે બનશે અને લોકો કેટલો સમય ફેરો ફરશે તે કહેવું મુશ્કેલ હોય ગ્રામજનો એ હાલ કાચો રસ્તો બનાવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળાના કરજણ ઓવારા પાસે કરોડોના ખર્ચે બનેલા પુલનો પીલ્લર બેસી જતા આ પુલ પરથી વાહને પસાર કરવા જોખમી હતું ત્યારબાદ ત્યાં બંને છેડે બેરીકેટ લાગવી તંત્ર એ વાહનો ની અવર જવર બંધ કરી પરંતુ પગપાળા જતા લોકોની અવર જવર ચાલુ હોય એ જોખમી હતું ત્યારે એ માટે અખબાર માં અહેવાલ પ્રસિદ્ધ કર્યો બાદ તંત્ર દ્વારા પુલના બંને છેડે દીવાલ ઉભી કરી દીધી જેથી શાળામાં અભ્યાસ માટે આવતા જતા કે ખરીદી માટે રાજપીપળા આવતા લોકોને દસ કિલોમીટર જેવો ફેરો ફરીને આવવું જવું પડતું હોવાથી મોટી તકલીફ ઊભી થયા રામગઢ ગામના સરપંચ અને પાંચ ગામના યુવાનો એ મળીને આ જર્જરિત પુલની બાજુમાં જ એક કાચો પુલ બનાવ્યો અને હવે લોકો પગપાળા આ ડાયવર્ઝન પુલ પરથી આવન જાવન કરી રહ્યા છે.
અગત્યની વાત એ છે કે પુલ ના બંને છેડે તંત્ર એ પાકી દીવાલ બનાવી ત્યાં વચ્ચે એક દરવાજો મૂક્યો છે અને આ દરવાજો ખુલ્લો હોય કોઈ તાળું નહીં મારતા લોકો હજુ ત્યાંથી પગપાળા પસાર થાય છે, તંત્ર દ્વારા બાજુમાં કામચલાઉ માર્ગ બનાવવામાં આવતે તો ગ્રામજનોએ આ રસ્તો બનાવવો ના પડત પરંતુ આ તો તંત્ર ને લપડાક મારી હોય એમ લાગી રહ્યું છે.
ગ્રામજનો ના જણાવ્યા મુજબ નવા પુલ માટે મંજૂરી મળી છે પરંતુ એ ક્યારે બનશે અને લોકો કેટલો સમય ફેરો ફરશે તે કહેવું મુશ્કેલ હોય ગ્રામજનો એ હાલ કાચો રસ્તો બનાવ્યો છે
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
