<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ડ્રગ્સ કેસના આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી:સરખેજમાં કૈલાશ તળાવ પાસે આરોપીઓના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

મહિલા આરોપી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડના મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું:બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો:તપાસમાં આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે મકાન બનાવી રહેતા હોવાનું સામે આવ્યું હતું

અમદાવાદઃ ડ્રગ્સ કેસના આરોપીઓ સામે અમદાવાદમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સરખેજમાં કૈલાશ તળાવ પાસે મહિલા આરોપી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. તપાસમાં આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે મકાન બનાવી રહેતા હોવાનું સામે આવ્યું હતું. અગાઉ વર્ષ 2023-24માં AMC દ્વારા આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે, આરોપીઓએ ફરીથી ગેરકાયદે બાંધકામ કરી લીધું હતું. આ મકાનમાં ગાંજાનો વેપાર થતો હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે અમદાવાદ પોલીસ અને AMC દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી ફરીથી ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું છે.

(6:40 PM IST)