<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

અમદાવાદના સરખેજમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલા દંપતીના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવાશે

ગાંજાના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલી સુનિતા રાઠોડ અને તેના પતિએ સરકારી જમીન પર દબાણ કરીને રહેણાંક મકાન ઊભું કર્યું હોવાનું સામે આવ્યું

અમદાવાદના સરખેજ વિસ્તારમાં કૈલાશ તળાવ, સન્યાસ આશ્રમ પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરનાર દંપતી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપકકુમાર રાઠોડ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. NDPS એક્ટ હેઠળ ગુનાહિત ઇતિહાસ અને ગાંજાના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલી સુનિતા રાઠોડ અને તેના પતિએ સરકારી જમીન પર દબાણ કરીને રહેણાંક મકાન ઊભું કર્યું હોવાનું સામે આવ્યું છે. 

  નોંધનીય છે કે વર્ષ 2023-24 દરમિયાન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આરોપીઓએ ફરીથી ત્યાં ગેરકાયદે બાંધકામ કરીને નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. જેના પગલે હવે અમદાવાદ શહેર પોલીસ અને AMC દ્વારા સંયુક્ત રીતે આ ગેરકાયદે મકાન પર ડિમોલિશનની કામગીરી કરીને સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(12:08 AM IST)