News of Sunday, 8th November 2026
રાજપીપળા ટેકરા ફળિયા પાસેના દશા માતાજીના મંદિર પાસે આખલા યુધ્ધ : લોકોના જીવ તાળવે, વાહનોને નુકશાન
પાલિકા એ ગાયો પકડી પાંજરાપોળ મોકલી પરંતુ આખલા ને કોણ પકડી દુર કરશે..? સૌથી જોખમી તો આખલા છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં અગાઉ ઘણી ગાયોના ઝુંડ હતા અને મુખ્ય માર્ગ તેમજ નાની નાની ગલીઓમાં પણ તેમનો ખડકલો જોવા મળ્યો હતો ત્યારે રાજપીપળા નગરપાલિકા દ્વારા મોટાભાગની ગાયોને પકડી પાંજરાપોળ મોકલી અપાયા બાદ લોકો એ રાહત મેળવી હતી, પરંતુ શહેરમાં ફરતા અને ધમાલ કરતા આખલા ત્યાં ના ત્યાજ હોય રાજપીપળા માં આખલા બાખડતા લોકોના જીવ અદ્ધર થાય છે .
શનિવારની રાત્રે ટેકરા ફળિયા પાસે આવેલા દશા માતાજીના મંદિર પાસે બે આખલા વચ્ચે યુદ્ધ થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને વાહન ચાલકો પણ આખલા લડતા જોઈ થંબી ગયા કે ભાગી ગયા હતા, જાણવા મળ્યા મુજબ આ આખલા યુદ્ઘમાં કેટલાક વાહનો ને નુકસાન પણ થયું હતું. ત્યારે પાલિકા તંત્ર એ ફક્ત ગાયો પકડી સંતોષ માન્યો અને આખલા છુટા ફરતા લોકો હજુ ભય માં જીવી રહ્યા છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
