તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
બટર હવે દૂધ પણ મોંઘુ થયું : અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને અમૂલ ગોલ્ડના ભાવમાં લિટરે 4 રૂપિયાનો વધારો
ઉત્પાદન ખર્ચ અને પશુઆહારના ભાવમાં વધારો થતાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ :મોંઘવારીનો વધુ એક માર સામાન્ય ગ્રાહકો પર પડ્યો છે. બટરના ભાવમાં વધારો થયા બાદ હવે અમૂલ દૂધના ભાવમાં પણ વધારો લાગુ કરવામાં આવ્યો છે. અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો જ્યારે અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉત્પાદન ખર્ચ અને પશુઆહારના ભાવમાં વધારો થતાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
એક તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે દૂધના ભાવ વધતાં સામાન્ય પરિવારોના ઘરખર્ચમાં પણ વધારો થશે. મોંઘવારીના વધુ એક મારને લઈને ગ્રાહકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક ગ્રાહકો ભાવવધારાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક ઉત્પાદન ખર્ચ વધવાને કારણે ભાવવધારાને યોગ્ય ગણાવી રહ્યા છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
