<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ભરુચ જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું: સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા પર પ્રતિબંધ

મુલાકાતીઓએ પોલીસ અને પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે

ભરૂચની જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઐતિહાસિક જુમ્મા મસ્જિદ માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં લાવવામાં આવી છે. મુલાકાતીઓએ પોલીસ અને પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. સ્મારકને નુકસાન પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે . ભીડ દરમિયાન તબક્કાવાર મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે. મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે. હિન્દૂ અને જૈન ધર્મના લોકોએ આ જૈન મંદિર હોવાનો દાવો કરતા વિવાદ થયો છે. થોડા દિવસ અગાઉ પુરાતત્વ વિભાગે મસ્જિદની અંદરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.

(12:44 AM IST)