તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
નર્મદા જિલ્લામાં ખનીજ માફિયાઓને કોની મહેરબાનીથી છુટોદોર..? ખાણ ખનીજ વિભાગ કે પોલીસ તંત્ર ઊંઘે છે કે અન્ય કારણ
ભૂતકાળમાં પ્રાંત અધિકારીએ ફિલ્મી ઢબે પીછો કરી માફીયાઓના વાહનો ઝડપી પાડ્યા હતા,

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે રેતી, માટી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી આવી છે અને તંત્ર પણ આ બાબતે અજાણ નથી ત્યારે ભૂતકાળમાં ખાણ ખનિજ વિભાગ અને પ્રાંત અધિકારી દ્વારા ઘણા કેસ થયા પરંતુ હાલમાં લાંબા સમયથી ખનિજ માફીયાઓ પર જાણે તંત્ર મહેરબાન હોય એમ કોઈ કેસ નોંધાયો જોવા મળ્યો નથી
ભૂતકાળમા પ્રાંત અધિકારી ગઢવીને મળેલ બાતમીના આધારે સિસોદરા ગામ માં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનિજ માફીયાઓને પકડવા બાઇક ઉપર પ્રાંત અધિકારી બેસીને ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ત્યારે તેમની ઉપર વાહન ચઢાવવા નો પણ નિષ્ફળ પ્રયાસ થયો અને આ રેડ માં કેટલાક વાહનો જપ્ત કરી કેસ કરાયો હતો.સાથે ખાણ ખનિજ વિભાગ એ પણ કેસો કર્યા હતા પરંતુ હાલ લાંબા સમય થી ખનિજ માફીયાઓ એ જાણે સન્યાસ લીધો હોય તેમ જિલ્લામાં કોઇજ કેસ થયો હોય તેમ સાંભળવા મળ્યું નથી તો શું નર્મદા મા હવે કોઇજ ખનિજ ચોરી થતી નથી..? આવનારા સમય મા જોવું રહ્યું કે પોલીસ કે ખાણ ખનીજ વિભાગ ખનિજ માફીયાઓ સામે કાર્યવાહી કરે છે કે નહીં
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
