તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
સુરતમાં બોગસ 'Wealth Trade' એપથી કરોડોની ઠગાઈનું કોલ સેન્ટર ઝડપાયુ : 5 ટેલિકોલરની ધરપકડ
શેરબજારમાં ગેરંટેડ વળતરની લાલચ આપી લોકોને ફસાવતા હતા, ઈન્દોરથી ચાલતું હતું કોલ સેન્ટર - NSE એ પણ આ એપ અંગે અગાઉ ચેતવણી આપી હતી

સુરત તા.૨૩ : શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો નફો અને ગેરંટેડ વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરતા બોગસ 'Wealth Trade' એપના કોલ સેન્ટરનો સુરત સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. ઈન્દોરમાં ચાલતા આ કોલ સેન્ટરમાંથી 5 ટેલિકોલરની ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા, ફેસબુક ગ્રૂપ 'Dabba Trading' અને વોટ્સએપ ગ્રૂપ દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા.શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગમાં રોકાણ કરવાથી 200% થી વધુ નફો મળશે તેવી લાલચ આપતા હતા.મોબાઈલમાં *'Wealth Trade' / http://wealthtrading.xyz* નામની બોગસ એપ ડાઉનલોડ કરાવતા હતા.એપમાં નકલી ડેશબોર્ડ બતાવી લાખોનો નફો થયો હોવાનું દર્શાવતા હતા. જ્યારે ભોગ બનનાર પૈસા ઉપાડવા જાય ત્યારે ટેક્સ, પ્રોસેસિંગ ફી, એકાઉન્ટ ફ્રીઝના બહાને વધુ રૂપિયા પડાવતા હતા
- છેવટે સંપર્ક તોડી ફોન બંધ કરી દેતા હતા
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ આ 'Wealth Trade' એપ અંગે અગાઉ જ પ્રેસ રિલીઝ બહાર પાડી ચેતવણી આપી હતી કે, આ એપ અને વેબસાઈટ NSE સાથે રજિસ્ટર્ડ નથી. તેના દ્વારા ગેરંટેડ વળતર અને ડબ્બા ટ્રેડિંગની સેવા આપવામાં આવી રહી છે, જે કાયદા વિરુદ્ધ છે. NSE એ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની તપાસના આધારે ઈન્દોરમાં રેડ પાડી હતી. ત્યાંથી ટેલિકોલરો પાસેથી મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સીમ કાર્ડ અને બેંક વિગતો જપ્ત કરવામાં આવી છે. આ ગેંગના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે.
સુરત સાયબર ક્રાઈમ સેલે નાગરિકોને અપીલ કરી છે કે,
- અજાણ્યા વોટ્સએપ ગ્રૂપ કે ફેસબુક ગ્રૂપમાંથી આવતી ટ્રેડિંગ ટિપ્સ પર વિશ્વાસ ન કરોPlay Store સિવાયની કોઈ .apk એપ ડાઉનલોડ ન કરોગેરંટેડ વળતરની લાલચ આપતી કોઈપણ એપ કે વેબસાઈટથી દૂર રહો,ઠગાઈ થાય તો તરત જ 1930 પર કોલ કરો અને http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
