<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કેમેરા કલબ ઓફ કર્ર્ણાવતીની વાર્ષિક સભાઃ પ્રમુખ પદે વિવેક દેસાઇ

 

(કેતન ખત્રી) અમદાવાદઃ નવજીવન પ્રેસ હોલ, આશ્રમ રોડ, ગુજરાત વિદ્યાપીઠ પાછળ, અમદાવાદ ખાતે ગુજરાત ની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત, કેમેરા ક્‍લબ ઓફ કર્ણાવતી (સી.સી.કે) ની વાર્ષિક સામાન્‍ય સભા (એ.જી.એમ) યોજાઈ હતી, જેમાં કુલ ૫૦ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. સભા દરમિયાન સર્વસંમતિથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી કામગીરી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં શ્રી વિવેક દેસાઈ - પ્રમુખ, શ્રી પ્રતિક પટેલ (પી.કે.) - ઉપપ્રમુખ, ડૉ. આલાપ બ્રહ્મભટ્ટ - સચિવ, શ્રી ભાર્ગવ જોષી - સહ સચિવ, શ્રી વિરેન્‍દ્ર પંડ્‍યા - ખજાનચી, એક્‍સીકયુટીવ કમિટી સભ્‍યો - ડો. અમિત એમ. પટેલ, શ્રી મલય દલાલ, શ્રી પિયુષ પટેલ, અભિષેક શાહ, શ્રી ભુપેશ પટેલ, શ્રી ભરત નંદવાણા, શ્રી ગૌતમ ગોહિલ, શ્રી શૈલેષ પરાશર, શ્રી સિદ્ધાર્થ રાઠોડ, ડો. હેમંત પંડ્‍યા, શ્રીમતી  વૈશાલી જાડાવાલા - સહયોગી સભ્‍ય, શ્રીમતિ હેતા પટેલ - સહયોગી સભ્‍યની વરણી કરવામાં આવી હતી.

(2:29 PM IST)