તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત : જાહેર સ્થળોથી બેનર હટાવાયા
હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી કરાઈ, હવે માત્ર વ્યક્તિગત રીતે મતદારોનો સંપર્ક કરી શકાશે, આચારસંહિતા ભંગને રોકવા ચૂંટણીપંચનું સતત મોનિટરિંગ , નિષ્પક્ષ અને ભયમુક્ત મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬ માટેના જાહેર પ્રચારના પડઘમ આજે ૨૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સાંજે શાંત થઈ ગયા છે. હવે ઉમેદવારો માત્ર વ્યક્તિગત રીતે અને ડોર-ટુ-ડોર જનસંપર્ક કરી શકશે.
આ બેઠક પર ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે.
- : ભાજપ તરફથી હર્ષદભાઈ પરમાર મેદાનમાં છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, જેના કારણે અહીં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે.
- આણંદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ દ્વારા નજર રાખવામાં આવશે.
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'અવસર' અભિયાન હેઠળ ચિખોદરા અને ઉમરેઠ જેવા વિસ્તારોમાં દિવ્યાંગો અને અન્ય મતદારો માટે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
- ભાજપ દ્વારા આ ચૂંટણી માટે ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી જેવા દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
