તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Tuesday, 26th May 2026
ધરમપુરના આંબાતલાટ પાસે રખડતા ઢોરને બચાવાના પ્રયાસમાં કારને નડ્યો અકસ્માત:, એકનું કરુણ મોત
પવિત્ર યાત્રાધામ ઉનાઈથી દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા એક પરિવારની કાર આડે અચાનક રખડતું ઢોર આવી જતા કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર અથડાઈ

વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા આંબાતલાટ પાસે રખડતા પશુઓના કારણે એક અત્યંત કરૂણ અને જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પવિત્ર યાત્રાધામ ઉનાઈથી દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા એક પરિવારની કાર આડે અચાનક રખડતું ઢોર આવી ગયું હતું. આ પશુને બચાવવાના ચક્કરમાં કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં પરિવારના એક સભ્યનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 6 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
