તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
બોડેલી-રાજપીપળા હાઈવે પર દારૂ ભરેલી કારને અકસ્માત : દારુના ટીન થયા વેરણ છેરણ: મફતનો દારુ લેવા લોકો ઉમટી પડ્યા
અકસ્માત બાદ હાઈવે પર લોકોનાં ટોળાં ઉમટ્યાં, ટ્રાફિક જામની સ્થિતિ. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી

છોટાઉદેપુરના બોડેલી-રાજપીપળા હાઈવે પર દારૂ ભરેલી કારનો અકસ્માત થયો છે. વણિયાદ્રી ગામ પાસે દારૂ ભરેલી કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. નર્મદા કેનાલ નજીક અકસ્માત બાદ હાઈવે પર વેરાયો હતો વિદેશી દારૂનો જથ્થો. કારમાં ભરેલા દારૂના ટીન તૂટતાં રસ્તા પર દારૂ રેલાયો હતો અકસ્માતમાં કારચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે અકસ્માત બાદ હાઈવે પર લોકોનાં ટોળાં ઉમટ્યાં હતા , ટ્રાફિક જામની સ્થિતિ. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી દારૂના જથ્થા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે , સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ છે .
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
