<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

હૃદયરોગ નિષ્‍ણાંત ડો. રમેશ કાપડિયાનું દુઃખદ અવસાન

સર્વાંગીસ્વાસ્થ્યના પ્રખર પ્રચારકને ભાવભીની શ્રદ્ધાંજલિઃ દવા સાથે આહાર, વ્યાયામ, ધ્યાન અને જીવનશૈલીમાં પરિવર્તનનો સંદેશ આપી હજારો લોકોને સ્વસ્થ જીવનની નવી દિશા બતાવી

રાજકોટઃ જાણીતા હૃદયરોગ નિષ્‍ણાત, તબીબી શિક્ષક, લેખક અને સર્વાંગી સ્‍વાસ્‍થ્‍યના પ્રખર પ્રચારક ડો. રમેશ આઈ. કાપડિયાના અવસાનથી તબીબી તથા સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી છે. તેમણે સારવારને માત્ર દવા કે શષાક્રિયા સુધી સીમિત ન રાખતાં સ્‍વસ્‍થ જીવનપદ્ધતિ સાથે જોડવાનો જીવનભર પ્રયાસ કર્યો હતો.

ડો. રમેશ કાપડિયાનો જન્‍મ તા. ૨૬ ઓક્‍ટોબર, ૧૯૩૪ના રોજ વલસાડમાં થયો હતો. તેમણે મુંબઈની ગ્રાન્‍ટ મેડિકલ કોલેજમાંથી વર્ષ ૧૯૫૮માં તબીબી પદવી મેળવી હતી. હૃદયરોગના ક્ષેત્રમાં ઉચ્‍ચ અભ્‍યાસ અને પ્રતિષ્ઠિત લાયકાતો પ્રાપ્ત કર્યા બાદ તેઓ અમદાવાદની એન.એચ.એલ. મ્‍યુનિસિપલ મેડિકલ કોલેજ અને શેઠ વી.એસ. હોસ્‍પિટલ સાથે જોડાયા હતા. તબીબી સારવાર ઉપરાંત શિક્ષણ, સંશોધન અને જાહેર આરોગ્‍ય ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.

હૃદયરોગના દર્દીઓ સાથેના લાંબા અનુભવને આધારે તેમણે દવા સાથે યોગ્‍ય આહાર, નિયમિત ચાલવું, હળવી કસરત, શ્વાસની પ્રક્રિયા, શવાસન, ધ્‍યાન, માનસિક શાંતિ અને તણાવ નિયંત્રણને પણ જરૂરી ગણાવ્‍યાં હતાં.

તા. ૨ ઑક્‍ટોબર, ૧૯૯૧ના ગાંધીજયંતીના દિવસે તેમણે અમદાવાદમાં ‘યુનિવર્સલ હીલિગ પ્રોગ્રામ' શરૂ કર્યો હતો. સામાન્‍ય માણસ ઓછા ખર્ચે રોજિદા જીવનમાં સરળ પદ્ધતિઓ અપનાવી પોતાનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી શકે અને દર્દી પોતાની સારવારમાં સક્રિય સહભાગી બનેએ આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ હતો.

ગાંધીવિચારથી પ્રેરિત ડો. કાપડિયા ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. તેમણે હૃદયરોગ, પોષણ, શવાસન, રોગનિવારણ અને સર્વાંગી સ્‍વાસ્‍થ્‍ય અંગે અનેક પુસ્‍તકો તથા વૈજ્ઞાનિક લેખો લખ્‍યા હતા.

એક તબીબ તરીકે તેમણે હૃદયોની સારવાર કરી અને લોકશિક્ષક તરીકે હજારો લોકોને સ્‍વાસ્‍થ્‍યની જવાબદારી જાતે સંભાળવાનો માર્ગ બતાવ્‍યો. તેમની માનવકેન્‍દ્રિત તબીબી લ્લષ્ટિ અને ‘યુનિવર્સલ હીલિગ'ની સંકલ્‍પના આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. ડો. રમેશ કાપડિયાને ભાવભીની શ્રદ્ધાંજલિ.

(3:25 PM IST)