News of Thursday, 16th April 2026
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નિલશાકયા ગામેમાં માત્ર રૂ. 500 ઉછીના મામલે ઝઘડામાં લાકડા ફટકાથી આધેડની હત્યા
આહવા પીઆઇ જે.કે બારીયાએ અનિલની હત્યા કરનારા આરોપી જીગ્નેશ પવાર ઘરપકડ કરી વધુ તપાસ આદરી

શાબ્દિક બોલાચાલી બાદ રાત્રે બંને વચ્ચે વિવાદ વકર્યો:એક મિત્ર બીજા મિત્રને ઘરેથી લાકડુ લઈને આવીને હુમલો કર્યો હતો.મિત્રની નિર્મમ હત્યા કરનાર જીગ્નેશ પવાર વિરુદ્ધ હત્યાનો ગુનો આહવા પોલીસે નોંધ્યો છે આહવા પીઆઇ જે.કે બારીયાએ અનિલની હત્યા કરનારા આરોપી જીગ્નેશ પવાર ઘરપકડ કરી વધુ તપાસ આદરી છે
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નીલશાક્યા ગામે નાની રકમના ઉછીના મામલે બે મિત્રો વચ્ચે થયેલી મારામારીમાં એક મિત્રનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ છે.
નીલશાક્યા ગામે રહેતા અનિલભાઈ રમજુભાઈ પવાર (ઉ.વ. આ. 50) એ લગભગ બે મહિના પહેલાં તેમના મિત્ર જીતેશ અશોકભાઈ પવારને રૂપિયા 500 ઉછીના આપ્યા હતા.
ગત તા. 13/04/2026ના રોજ રાત્રિના સમયે અનિલભાઈ પવારે પોતાના આપેલા રૂપિયા પરત માંગતા બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી સર્જાઈ હતી. બોલાચાલી દરમિયાન આરોપી જીતેશ અશોકભાઈ પવાર ઉશ્કેરાઈ જઈ રાત્રે આશરે 8 વાગ્યાના સમયે પોતાના ઘરેથી લાકડુ લઈને આવ્યો હતો અને અનિલભાઈ પર હુમલો કર્યો હતો.
જેમાં માથાના ભાગે એક જોરદાર પ્રહાર તેમજ છાતીના ભાગે બીજો ઘા મારતા અનિલભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે સુબીબેન પવારે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આહવા પીઆઇ જે.કે બારીયાએ આરોપી જીગ્નેશ પવાર વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
