તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
સુરતના પલસાણાના બગુમરામાં મહિલાનું ગળું દબાવી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપી પતિને સુરત ગ્રામ્ય એલસીબીએ દિલ્હીથી ઝડપી લીધો
જુની દિલ્હી ખાતે રેલ્વે સ્ટેશનથી પોતાના વતનમા નાશી જવાની ફિરાકમા હતો તે દરમ્યાન આરોપી શિવમસિંહ ઠાકુરને શોધી ઝડપી પાડવામા સફળતા મળેલ.

સુરત : તાજેતરમા પલસાણા તાલુકાના બગુમરા ગામ,મહાદેવ વીલા બિલ્ડીંગમાં રૂમ નંબર-૫૦૬ મા ગઈ તા.૧૭/૦૫/૨૦૨૬ના ના રોજ કલાક.૦૮/૩૦ વાગ્યા પહેલા હરકોઈ વખતે મરનાર મૈવિશ ખાતૂન
D/O અફજલ અલી (ઉ.વ.૨૨) ( હાલ રહે બગુમરા ગામ, મહાદેવ વીલા રૂમ નંબર-૫૦૬ તાલુકો- પલસાણા જી - સુરત મૂળ રહેવાસી - શિવપાલ ગામ, પોસ્ટ - ભિયૌન તાલુકો-જલાલપુર જીલ્લો- આંબેડકરનગર(ઉત્તરપ્રદેશ) નાઓનુ કોઇક અજાણ્યા શખ્શે અગ્મય કારણોસર ગળુ દબાવી મોત નિપજાવી નાશી જઈ ગુનો કરેલ હોય જે બાબતે પ્રથમ અકસ્માત મોત રજીસ્ટર કરી લાશનુ પી.એમ કરાવતા મરનારનુ ગળુ દબાવી હત્યા કરવામા આવેલ હોવાનુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમા આવતા જેથી મરણજનાર મહિલાની હત્યા બાબતે પલસાણા પો.સ્ટે.ગુ.ર.નં.112140-4626-0776/2026 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબનો વણશોધાયેલ ખુનનો ગંભીર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, સુરતનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક, રાજેશ ગઢિયા, સુરત ગ્રામ્ય, સુરતનાઓએ ઉપરોકત ખુનના વણશોધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ખુનનો ગુનો શોધી કાઢવા માટે સુરત જિલ્લા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્ક્વોડ/સ્થાનીક પોલીસ ને જરૂરી દિશા સુચન અને માર્ગદર્શન આપેલ.
જેથી એચ.એલ.રાઠોડ, વિભાગીય પોલીસ અધિકારી, બારડોલી નાઓના સુપરવીઝન હેઠળ એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા બી.ડી.ઝીલરીયા. પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણા પોલીસ સ્ટેશનનાઓએ સુરત જિલ્લા એલ.સી.બી, તથા પલસાણા પોલીસના અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી, ઉપરોકત વણશોધાયેલ ખુનનો ગુનો શોધી કાઢવા માટે ચોક્કસ એક્સન પ્લાન બનાવી, ખુન કરી નાશી જનાર સંડોવાયેલ અજાણ્યા આરોપીને શોધી કાઢવા માટે અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી, ચોક્કસ દીશામા વર્કઆઉટ ચાલુ કરેલ.
જેના આધારે સુરત જિલ્લા એલ.સી.બી તથા પલસાણા પોલીસ અધિકારી/માણસોની ટીમો દ્વારા અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી ટીમવર્ક દ્વારા ચોક્કસ હકિકત મળેલ કે, તાજેતરમાં બગુમરા ગામ, મહાદેવ વીલા રૂમ નંબર- ૫૦૬ માં મરણજનાર મૈવિશ ખાતૂન D/O અફજલ અલી નાની હત્યા થયેલ છે જે મરનારનુ ખુન તેના પતિ શિવમસિંહ ઠાકુરનાએ કરેલ છે, અને ખુન કરી દિલ્હી તરફથી તેના વતનમા જનાર છે” તેવી ચોક્કસ હકિકત મળેલ. જે મળેલ ચોક્કસ હકિકતના આધારે સુરત જિલ્લા એલ.સી.બી, તથા પલસાણા પોલીસની એક ટીમ આરોપીને ઝડપી પાડવા માટે રવાના થયેલ, અને સઘન વર્કઆઉટના આધારે આરોપીને સતત ટ્રેક કરી, આરોપી બાબતે ચોક્કસ હકિકત મેળવી જુની દિલ્હી ખાતે રેલ્વે સ્ટેશનથી પોતાના વતનમા નાશી જવાની ફિરાકમા હતો તે દરમ્યાન આરોપી શિવમસિંહ ઠાકુરને શોધી ઝડપી પાડવામા સફળતા મળેલ. સદર પકડાયેલ આરોપીને સઘન પુછપરછ દરમ્યાન પોતાની પત્નિનુ ખુન પોતે કરેલ હોવાની કબુલાત કરતા વધુ તપાસ અર્થે દિલ્હીથી પલસાણા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે.
હત્યા કરવાનું કારણ
મરનારની હત્યાના કારણ બાબતે આરોપીની સઘન પુછપરછ દરમ્યાન પોતે સોશ્યલ મિડીયામા કોઈ મહિલા સાથે સંપર્કમા હોય જેની જાણ મરનાર પોતાની પત્નિ મૈવિશ ખાતૂનને થઈ જતા જે બાબતે બન્ને વચ્ચે સતત ઝઘડો થતો હતો, જેમા બનાવ વખતે પણ આજ વાતને લઈ બન્ને વચ્ચે ઝઘડો થતા પોતે ગળુ દબાવી દઈ, હત્યા કરી નાખેલ હતી અને ખુન કર્યા બાદ દિલ્હી ખાતે પહોચેલ અને ત્યાથી પોતાના વતનમા જનાર હોવાનુ જણાવેલ, જેથી ગુના સબંધમા આરોપીની વધુ સઘન પુછપરછ ચાલુ છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
