તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 24th November 2026
સાબર ડેરીના વહીવટ સામે પશુપાલક સંગઠન મેદાને: ઉચ્ચસ્તરીય તપાસ અને વહીવટદારની નિમણૂકની માંગ
પશુપાલક સંગઠનના પ્રમુખ ઉત્તમ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યું :સહકાર વિભાગમાં રજૂઆત કરવાની તૈયારી

સાબર ડેરીના વહીવટ સામે પશુપાલક સંગઠન મેદાને આવ્યું છે. ડેરીમાં કથિત ગેરરીતિઓના આક્ષેપ સાથે ઉચ્ચસ્તરીય તપાસ અને વહીવટદારની નિમણૂકની માંગ ઉઠી છે. પશુપાલક સંગઠનના પ્રમુખ ઉત્તમ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યું હતું. જોકે, મુલાકાત ન થતાં હવે સહકાર વિભાગમાં રજૂઆત કરવાની તૈયારી કરાઈ છે.
સંગઠને સાબરદાણના ઉત્પાદન, કાચા માલ અને ઊંચા ભાવે બારદાનની ખરીદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા છે. માલની સપ્લાય કે ટ્રાન્સપોર્ટેશન વગર જ પેમેન્ટ ચૂકવાતું હોવાનો દાવો કરી, બાબુભાઈ પુરોહિતની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અગાઉ રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં, હવે સાડા ત્રણ લાખ પશુપાલકોના હિતમાં સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી, સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
