તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
દહેગામમાં ચૂંટણી પ્રચારમાં પશુપાલકોએ ધારાસભ્ય બલરાજ ચૌહાણના કાફલાને રોકીને સુત્રોચાર કર્યા
બારીયા ગામમાં પશુપાલકોએ, ચૂંટણી પ્રચાર કરવા આવેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને રોકીને નારા લગાવી આખું ગામ ગજાવ્યું

ગાંધીનગર જિલ્લાના દહેગામના બારીયા ગામમાં પશુપાલકોએ, ચૂંટણી પ્રચાર કરવા આવેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને રોકીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પશુપાલકોના વિરોધ અને ચૂંટણી પ્રચારના વિવાદનું મુખ્ય કારણ દૂધ ઉત્પાદક સંઘની પસંદગી છે. હાલમાં દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ અમદાવાદની ઉત્તમ ડેરીમાં લેવામાં આવે છે. જ્યારે પશુપાલકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે, તેમનું દૂધ ગાંધીનગર જિલ્લાની મધુર ડેરીમાં લેવામાં આવે. આ મુદ્દા ઉપર પશુપાલકોએ વાદ નહીં વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં” ના નારા લગાવી આખું ગામ ગજવી મૂક્યું હતું.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
