<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

CCE ગ્રુપ-A ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: 28-29 નવેમ્બરના રોજ યોજાશે એક્ઝામ: 28 નવેમ્બરના રોજ બે વિષયની લેવાશે પરીક્ષા

28 નવેમ્બરે ગુજરાતી ભાષાની 100 ગુણની પરીક્ષા સવારે 10 વાગ્યે અને અંગ્રેજી ભાષાની 100 ગુણની પરીક્ષા બપોરે 3 વાગ્યે લેવાશે :29 નવેમ્બરે સવારે 10 વાગે સામાન્ય અભ્યાસની 150 ગુણની પરીક્ષા યોજાશે

ગાંધીનગર :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત Combined Competitive Examination (CCE-1) ની ગ્રુપ-Aની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે

  •  CCE ગ્રુપ-A ની મુખ્ય લેખિત પરીક્ષા 28 અને 29 નવેમ્બર 2026 ના રોજ લેવામાં આવશે
  • 28 નવેમ્બરે ગુજરાતી ભાષાની 100 ગુણની પરીક્ષા સવારે 10 વાગ્યે અને અંગ્રેજી ભાષાની 100 ગુણની પરીક્ષા બપોરે 3 વાગ્યે લેવાશે :29 નવેમ્બરે સવારે 10 વાગે સામાન્ય અભ્યાસની 150 ગુણની પરીક્ષા યોજાશે .
  •  વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા 16 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન કોમ્પ્યુટર આધારિત (MCQ-CBRT) પદ્ધતિથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે

(8:48 PM IST)