<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી :વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી પડ્યા

સવારે 6 કલાકે શામળાજી મંદિરના દ્વાર ખૂલ્યા અને શામળિયાના મંગળા દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ

અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં આજે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શને ઉમટી પડ્યા છે. સવારે 6 કલાકે શામળાજી મંદિરના દ્વાર ખૂલ્યા હતા અને શામળિયાના મંગળા દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું છે, અને મંગળા આરતી પછી શામળિયાનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો

(10:19 AM IST)