<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

બાબરકોટ રીઝર્વ ફોરેસ્‍ટમાં સીમેન્‍ટ કંપનીના માઇનીંગથી ૫ હજાર વૃક્ષો અને ૫૦ સિંહો ઉપર જોખમ

જાણીતા વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયાની મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને વિસ્‍તૃત રજુઆત

રાજકોટ તા.૧૮: અમરેલીના બાબરકોટ રીઝર્વ ફોરેસ્‍ટમાં સીમેન્‍ટ કંપનીની માઇનીંગની દરખાસ્‍ત નામંજુર કરવા મુખ્‍યમંત્રીશ્રી સમક્ષ જાણીતા વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડયાએ મુદાસરની વિસ્‍તૃત રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે, આધારભૂત માહિતી પ્રમાણે જાણવાં મળે છે કે ગીર પૂર્વ વન વિભાગનાં અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા, અમરેલી જિલ્લાનાં બાબરકોટ વિસ્‍તારનાં રિઝર્વ ફોરેસ્‍ટ (RF) માં, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની દ્વારા ૭૫.૯૪ હેકટર માં માઈનિંગ પ્રવળત્તિ કરવા માટેની દરખાસ્‍ત આવેલ છે, જે હાલ વિચારણા હેઠળ છે.

આ દરખાસ્‍તને મંજૂરી આપવા માટે રિઝર્વ ફોરેસ્‍ટ ની અતિ મહત્‍વની અને મૂલ્‍યવાન જમીનનું લેન્‍ડ ડાઈવર્ઝન કરવું પડે; એટલે કે બળહદ ગીરમાં વસતા અને વિહરતા એશિયાઈ સિંહો, દિપડા, વિગેરે સહિત અનેક વન્‍ય પ્રાણીઓનાં હેબિટાટને કાયમી ધોરણે નષ્ટ કરવું!

દરિયાકાંઠાના અને અંદરનાં વિસ્‍તારોમાં રહેતાં સિંહોની વર્તણુંક, વાતાવરણ નું અનુકૂલન, ખોરાક/શિકાર ની આદત, મનુષ્‍યો પ્રત્‍યે વહેવાર, વિગેરે સાવ અલગ હોય છે. તદુપરાંત જરૂરી નથી કે અહીંના બધાં જ સિંહો જ્‍યાં નવી જગ્‍યા આપવામાં આવે ત્‍યાં આપમેળે ચાલ્‍યા જાય અને સંઘર્ષ વગર વસી જાય. મોટાભાગનાં સિંહો જયારે એક જગ્‍યાએથી પકડીને બીજાં વિસ્‍તારમાં મૂકવામાં આવે છે, ત્‍યારે તેમની કુદરતી સહજવળત્તિ (Natural instinct) ને કારણે મૂળ જગ્‍યાએ ચાલ્‍યા જાય છે.

આ ૭૫.૯૪ હેકટર વિસ્‍તારમાં વન વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ થી ચાર મહિનાઓમાં આશરે ૪૦-૫૦ સિંહોની હાજરી નોંધાયેલ છે, જેમાં નાનાં બચ્‍ચાંઓ, પાઠડાઓ તથા પુખ્‍ત સિંહણો અને સિંહો જોવાં મળ્‍યા છે. અહીં આશરે ૫,૦૦૦ પુખ્‍ત વળક્ષો છે. માઈનિંગ થાય તો આ બધાં વળક્ષો કપાઈ જશે. કોઈ કંપનીને માઈનિંગ હેતુ માટે લેન્‍ડ ડાઈવર્ઝન કરવાથી ફોરેસ્‍ટ કન્‍ઝર્વેશન એક્‍ટ-૧૯૮૦ ની જોગવાઈઓનું સ્‍પષ્ટ ઉલંઘન થાય છે.

ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍ય પ્રાણી અભયારણ્‍ય મેનેજમેન્‍ટ પ્‍લાન, વન્‍યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ નાં માળખા હેઠળ તૈયાર કરેલ એક મહત્‍વનો કાનૂની દસ્‍તાવેજ છે. તેમાં આ વિસ્‍તારને અગત્‍યનાં દરિયાકાંઠાના વન (Coastal forest) અને એશિયાઈ સિંહોનાં કોરિડોર તરીકે દર્શાવેલ છે. જો તેનું લેન્‍ડ ડાઈવર્ઝન કરવાની મંજૂરી આપવામાં આવશે તો તે એક ક્ષતિયુક્‍ત દુઃખદ પ્રિસિડન્‍ટ બની જશે. માઈનિંગ થવાથી સેલિનિટી ઇન્‍ગ્રેસ વધશે, જે ખેતીની જમીનને કાયમી ધોરણે નુકસાન પહોંચાડશે. અમરેલી જિલ્લાનાં સિંહો બાબરકોટ નાં આ વિસ્‍તારમાં હાલ મનુષ્‍ય સાથે ઘર્ષણ કે ખલેલ વગર વસવાટ કરી રહ્યાં છે, તેમજ ધારી, રાજુલા, પીપાવાવ, જાફરાબાદ, વિગેરે વિસ્‍તારોમાં અવરજવર કરે છે, કારણ કે અહીં તેમને ખોરાક માટે નીલગાય, ભૂંડ, વિગેરે વન્‍યપ્રાણીઓ પૂરતાં પ્રમાણમાં મળી રહે છે.

જો આ વિસ્‍તારમાં માઈનિંગ ની મંજૂરી આપવામાં આવશે તો આ બધાં સિંહો, દીપડા તથા બીજાં વન્‍યપ્રાણીઓ નો રહેણાંક વિસ્‍તાર છીનવાઈ જશે, અને તેમનાં અવરજવર કરવાનાં એક્‍ટિવ કોરિડોર્સ બ્‍લોક થઈ જશે. પરિણામે મનુષ્‍ય-સિંહ અને મનુષ્‍ય-દીપડા વચ્‍ચેનાં સંઘર્ષો ખૂબ જ વધશે. તાજેતરમાં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા WRIT PETITION (C) NO. 202 OF 1995 નાં તારીખ ૧૭નવેમ્‍બર ૨૦૨૫ નાં ચુકાદામાં પણ વન્‍ય ઙ્કાણીઓનાં કોરિડોર્સ ને ખલેલ પહોંચે તેવી કોઈપણ માનવીય પ્રવળત્તિ ઉપર ઙ્કતિબંધ લાદવાનો સ્‍પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. ગીરના સિંહોનાં અપમળત્‍યુ બાબત ઊંડી ચિંતા વ્‍યક્‍ત કરી, માનનીય ગુજરાત હાઇકોર્ટમાં પણ ઘણાં સમયથી સુઓ મોટો કોગ્રેીઝન્‍સ લઇ WRIT PETITION (PIL) NO. 284 OF 2014  પીઆઇએલ ચાલી રહેલ છે. માઈનિંગ ની મંજૂરી આપવાથી બાબરકોટ નાં સિંહોને પીપાવાવ તરફ માઈગ્રેટ થવું પડશે. નજીકમાં આવેલ રેલવે લાઇન ઉપર સિંહો વધારે પસાર થશે અને ટ્રેનો દ્વારા અકસ્‍માતથી સિંહોનાં અકાળે મળત્‍યુ પામવાના કિસ્‍સાઓ વધશે. રેલવે ટ્રેક પર થતાં સિંહોનાં મળત્‍યુ બાબતની મેટર માનનીય ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ ૫૬ તળે ચાલી રહી છે, તેથી માનનીય ગુજરાત હાઇકોર્ટ રાજ્‍યનાં વન વિભાગ પર વધુ નારાજ થશે. ગયા વર્ષે એક સિંહણ બાબરકોટ નજીકનાં રહેણાંક વિસ્‍તારમાં એક ઘરમાં આવી ગઈ હતી. બાદમાં જાણવા મળ્‍યું હતું કે ત્‍યાં (જૂની મંજૂરી નું) માઈનિંગ ચાલી રહ્યું હતું, તેથી આ સિંહણ ઘરમાં આવી ચડી હતી. થોડીવાર પછી ચાલી ગઈ હતી. હકીકતમાં આ ઘર એક માઈનર (ખાણમાં કામ કરનાર વ્‍યક્‍તિ) નું હતું!

સિંહો બોલી શકતાં નથી. પરંતુ આ કિસ્‍સો દર્શાવે છે કે પોતાનું નિવાસ્‍થાન છીનવાયુ, તેથી જાણે કરિયાદ કરવા માટે સિંહણ માઈનરને ઘેર આવી હતી!

ઉપરોક્‍ત મુદ્દાઓ એશિયાઈ સિંહોનાં લાંબા ગાળાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ઘણાં ગંભીર છે, તેથી માઈનિંગની આ પ્રપોઝલ સત્‍વરે નકારવામાં આવે તેવી મારી નમ્ર  માંગણી છે. તેમ રજુઆતના અંતમાં ભુષણ પંડયાએ જણાવ્‍યુ છે.

(4:00 PM IST)